સાંગલી પાટીદાર સમાજ શિવમહાપુરાણ કથાનું આયોજન કરશે

જય લક્ષ્મી નારાયણ
જય ભોલેનાથ
જગત જનની મા કુળદેવી શ્રી ઉમિયા માતાજીની પ્રેરણા તથા પરમકૃપાળુ પરમાત્મા શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના આશીર્વાદ,પૂર્વજોની પ્રેરણા,માનનીય વડીલોના શુભ આશિષથી નિજ આત્મસ્વરૂપી સમાજજનોના એક સુરે ગામ સાંગલી નગરી મુકામે સર્વ કલ્યાણાર્થે ” શ્રી શિવ મહાપુરાણ કથા જ્ઞાનયજ્ઞ “નું તા.18-07-2023 થી તા.26-07-2023 સુધી આયોજન કરેલ છે.
આ શિવ મહાપુરાણ કથા પાવનકારી પ્રસંગે શ્રી શિવ મહાપુરાણ કથાનો શ્રવણ લાભ લેવા,વિશાળ શોભાયાત્રા તેમજ પ્રભુ પ્રત્યેના અનન્ય ભાવ દર્શન, ભક્તિ અને સંસ્કારોના સિંચનનો અવસર,પરસ્પર પ્રેમ સ્નેહ અને આત્મીયતાનો સોરભ,ઉત્કૃષ્ટ આતિથ્ય, વિવિઘ ઉત્સવ દર્શનનો લ્હાવો વગેરેના ભક્તિમય વાતાવરણનો સહિયારો પરમ આનંદ પ્રાપ્ત કરવા આપશ્રીને સહ પરિવાર સહભાગી થવા સાંગલી પાટીદાર સમાજ સ્નેહભર્યુ આમંત્રણ પાઠવે છે.


શ્રી શિવ મહાપુરાણ કથા ના વકતા પરમ પૂજ્ય શ્રી જયશ્રીદેવી એમની આગવી શૈલીથી અમૃતવાણીમાં કથાનું રસપાન કરાવશે.
કથા સ્થળ
શ્રી કૈલાસધામ,ઈન્દ્રપ્રસ્થ નગર,
પાટીદાર ભવનની પાછળ, માધવનગર રોડ,
સાંગલી- 416416
સાંગલી પાટીદાર સમાજ
સાંગલી પાટીદાર યુવક મંડળ
સાંગલી પાટીદાર મહિલા મંડળ

પ્રતિશાદ આપો