શ્રી કોટડા (જ) લક્ષ્મી નારાયણ મંદિરમાં સુમહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું

શ્રી કોટડા(જ.) લક્ષ્મી નારાયણ મંદિર મધ્યે માસિક તિથિ સુદ 13 ને શનિવાર ના સતત 23મું સમુહ પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ પ્રથમ સંઘ્યા આરતી બાદ બહોળી સંખ્યામાં દર્શનાર્થે આવેલ ભાવિકો દ્વારા મંદિર મધ્યે પ્રભુ વંદના તથા ભજન કરવા માં આવેલ ત્યાર બાદ મંદિર ના ઓપન પ્લોટ માં સૌં ભાવિકો દ્વારા સમૂહ પ્રસાદ લેવામાં આવેલ
આજના પ્રસાદના દાતા
કાંતિલાલ મનજી લીંબાણી પરિવાર
હાલે થાણા તરફ થી
આપવામાં આવેલ
પરસોતમ માસ સુદ 13ના દાતા શ્રી ભાણજી રામજી લીંબાણી નંદેસરી વડોદરા વાળા તરફ઼ થી આપવામાં આવશે
“”જય લક્ષ્મી નારાયણ “”

પ્રતિશાદ આપો