🚩 શ્રી રાજાદાદાય નમઃ 🙏🏻
શ્રી ગઢસીસા રંગાણી પરિવાર દ્વારા તા. ૨૦/૦૬/૨૦૨૩ ને મંગળવારનાં અષાઢી બીજનો પ્રસંગ શ્રી રાજાદાદા અને શ્રી સૌનકઋષિનાં આશીર્વાદથી હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો.
ઉત્સવમાં ગઢશીશા સ્થાનિક, મુંબઈથી તેમજ આજુબાજુના ગામેથી આપણા રંગાણી પરિવારના ભાઈ બહેનો વડીલો સાથે મળીને ૭૦૦ જણ સૌએ હર્ષ ઉલ્લાસથી જોડાયા હતા. જેમાં બપોરનાં ૧૩૪ નિયાણીઓને પ્રેમથી પાંગતમાં બેસાડી જમાડ્યા હતા. પરિવાર દ્વારા અને દાતાશ્રી દ્વારા દક્ષિણા ભેટ આપી નિયાણીઓનાં આશીર્વાદ મેળવ્યા હતા.
🥘 ભોજનનાં દાતાશ્રી.
સ્વ. ધનજીભાઇ હીરજીભાઈ રંગાણી પરિવાર
🚩 શ્રી રાજાદાદાની ધજાનનો ચડાવો. દાતાશ્રી વેલજીભાઈ હંસરાજભાઇ વિશ્રામભાઈ રંગાણી પરિવાર.
🚩 શ્રી સૌનકઋષિની ધજાના ચડાવો. દાતાશ્રી મણિલાલ નારણભાઇ પેથાભાઈ રંગાણી પરિવાર.