શતાબ્દી મહોત્સવમાં જ્ઞાતિના રિવાજો અને નીતિ નિયમોના ઠરાવો પસાર કરવામાં આવ્યા છે


ઠરાવ 2023 થી……

કચ્છ કડવા પાટીદાર સનાતની જ્ઞાતિ અધિવેશન તારીખ ૧૪-૫-૨૦૨૩ ના રોજ અભૂતપૂર્વ વિશાળ સનાતની જ્ઞાતિજનો ની હાજરીમાં સનાતની ગગનભેદી જયઘોષ સાથે જ્ઞાતિ રીતરિવાજો તેમજ નીતિ નિયમો ના 25 ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવેલ છે સાથે સાથે કેટલીક ભલામણો પણ જ્ઞાતિના અધિવેશનમાં કરવામાં આવેલ તેની પીડીએફ આ સાથે મોકલી રહ્યા છીએ. આની બુક પ્રિન્ટિંગ કરી પાછળથી મોકલી આપવામાં આવશે.
તેના અમલીકરણ તેમજ જરૂરી સુધારા વધારા કરવા શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ ને સત્તા સોંપવામાં આવેલ છે. તો સમગ્ર ભારત વર્ષની 25 જોન સમાજો/ યુવા સંઘ રીજીયન/મહિલા સંઘ ઝોન સંગઠન ના જવાબદાર કાર્યકર્તા શ્રીઓને શ્રી સમાજ વતી ખાસ વિનંતી છે કે ઉપરોક્ત ઠરાવોનો છેવાડાના જ્ઞાતિજન સુધી પહોંચે તેવો પ્રચાર પ્રસાર કરવા તેમજ નિષ્ઠાપૂર્વક પાલન થાય તે માટે પ્રયત્નશીલ રહેવું એવી ભલામણ કરવામાં આવે છે. ધન્યવાદ લિ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ
પ્રમુખશ્રી
અબજીભાઇ કાનાણી

પ્રતિશાદ આપો