અમારા પાટીદાર ભાઈએ IIT રૂરકીમાં સીટ મેળવી અમને બધાને ગૌરવ અપાવ્યું

વાગડીયા પરિવાર ગૌરવ

સહર્ષ સાથે જણાવવાનું કે સુરત માં ભેસ્તાન ઝોન ના (કચ્છમાં મેઘપર) પરિશ્રમ સો મીલ વાળા જાગૃતિબેન હસમુખભાઈ લખમશીભાઈ વાગડીયા ના પુત્ર દેવ હસમુખભાઈ વાગડીયા એ ભારત ની ખૂબ પ્રતિષ્ઠિત સંસ્થા IIT Roorkee (રૂર્કી) માં પ્રવેશ મેળવ્યો છે ને હાલ માં ત્યાંની હોસ્ટેલ માં અભ્યાસ કરે છે.અને કચ્છ કડવા પાટીદાર પરિવાર માં આ સિદ્ધિ હાંસલ કરવાનો સંભવિત આ પ્રથમ બનાવ હશે…

ધોરણ 12 સાયન્સ પછી IIT માં પ્રવેશ માટે JEE MAINS ની પરીક્ષા પાસ કરવાની હોય છે જે આ વર્ષે 10,00,000 વિદ્યાર્થીઓ એ આપી અને એમાંથી પાસ થનાર પ્રથમ 1,50,000 ને JEE ADVANCE ની પરીક્ષા આપવાનો મોકો મળે છે.આ JEE ADVANCE પરીક્ષા માં પાસ થનાર પ્રથમ 25000 ને દેશભર ની વિવિધ IIT સંસ્થા માં admission મળે છે.

અને દેવ વાગડીયા એ આ JEE ADVANCE પરીક્ષા માં 8457 મો ક્રમાંક માં પાસ થઈ ને દેશ ની પ્રતિષ્ઠિત સંસ્થા IIT Roorkee (રૂર્કી) માં પ્રવેશ મેળવી ને આપણા પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું છે. આ રીતે IIT માં પ્રવેશ મેળવનાર દેવ વાગડીયા પ્રથમ કચ્છ કડવા પાટીદાર નો દીકરો છે તે આપણા સમાજ માટે ગૌરવ ની વાત છે.

આપણે દેવ વાગડીયાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના આપીએ છીએ તે આજ રીતે પરિવાર અને સમાજની સાથે દેશ નું પણ નામ રોશન કરે તેવી શુભેચ્છા…

પ્રતિશાદ આપો