જય લક્ષ્મીનારાયણ
પશ્ચિમ કચ્છ ઝોન માં આવતી તમામ ઘટક સમાજ જોગ…..
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ એટલે કણ માંથી મણ ની ઉપજ કરનાર મારી સમસ્ત જ્ઞાતિગંગા મારા ભાઈઓ અને બહેનો..
આપણા સનાતની શતાબ્દી મહોત્સવ,, 11 થી 14 મે 2023 ઉજવણી નિમિતે આપણા સ્વભાવ મુજબ અદભુત કાર્ય કરવા જઈ રહ્યા છીએ જેમાં
રદ્ધિ સે સમૃદ્ધિ
સાચું કહું અમોને આ વિષય ખૂબજ ગમ્યો. જેને આ વિચાર આવ્યો તે ધન્યવાદ ને પાત્ર છે કારણ કે……
મિત્રો આપણે જાણીએ છીએ કે ન્યુઝ પેપર, મેગેઝીન,બાળકો ના બિનજરૂરી પાઠય પુસ્તક અન્ય પેકીંગ ના વેસ્ટ મટિરિયલ આપણે ફેરિયા ને 8 થી 10 રૂપિયા કિલ્લો માં આપી દઈએ છીએ.
સ્વાભાવિક છે કરીએ પણ શું???*
મિત્રો આ વખતે આપણા શ્રી સમાજ ,મહિલાસંગ તેમજ યુવાસંગ દ્વારા અદભુત નવતર પ્રયોગ થકી આ રદ્ધિ ની કિંમત 25 થી 30 રૂપિયા માં મળવાની છે.
તેને કારણે આપણી સમાજ ની સમૃદ્ધિ થશે તેમાં થી આપણું સંગઠન,સમાજ વિકાસ તેમજ અનેક સમાજ ઉપયોગી યોજનાઓ નો નવો યુગ શરૂ થશે તેમાં શંકા ને સ્થાન નથી…..
નોંધ::- આગામી તા.9/10/2022 ના રોજ દરેક પરિવાર દીઠ રદ્ધિ યુવક મંડળ દ્વારા એકત્રિત કરવામાં આવશે. (આ મટિરિયલ એકાદ(1) મહિનો રહી શકે તેવી જગ્યાએ એકત્રિત કરશો) એકત્રિત કરેલ રદ્ધિ યુવાસંગ દ્વારા ગામેગામ થી ઉપાડી સમાજ ની આગેવાની માં નક્કી કરેલ સ્થળે મુકવામાં આવશે.
પશ્ચિમ કચ્છ ઝોન સમાજ
પ્રમુખશ્રી: રતીભાઈ ભીમાણી
મહામંત્રીશ્રી: છગનલાલ ધનાણી
પ્રવકતાશ્રી: શાંતિલાલ નાકરાણી