તુમકુર પાટીદાર સમાજ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી

🙏જય લક્ષ્મીનારાયણ🙏

આજરોજ આપણા ભારત દેશ ને આઝાદી ને 75 વર્ષ પૂર્ણ થતાં 75મો આઝાદી નો અમૃતમહોત્સવ નિમિતે શ્રી તુમકૂર સનાતન પાટીદાર સમાજ અને તુમકૂર સનાતન પાટીદાર સમાજ યુવક મંડળ તરફ આપ સર્વે 15 મી ઓગષ્ટ ની હાર્દિક શુભકામનાઓ. અને 15મી ઓગષ્ટ ના વહેલી સવારે 7:00 વાગ્યે શ્રી તુમકુર સનાતન પાટીદાર સમાજ ના પ્રાગણ સમાજ ના આગેવાનો યુવાન ભાઈઓ તથા બહેનો અને બાળકો સારી એવી સંખ્યામા એકત્રિત થયેલ ત્યારબાદ સમાજ ના મંત્રીશ્રી વિનોદભાઈ અને સમાજ ના કારોબારી સભ્યો અને યુવક મંડળ ના હસ્તે ભારતમાતા ની જયઘોષ અને રાષ્ટ્રીય ગીત સાથે ધ્વજ‌વંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સમાજ ની બહેનો દ્વારા વીરજવાનો માટે દેશભક્તિ ગાઈ સર્વે હૃદય ભાવુક કર્યા હતા ત્યારબાદ 75મો અમૃતમહોત્સવ ને યાદઘાર બની રહે તે માટે યુવક મંડળ દ્વારા મિશન ગ્રીન ઇન્ડિયા અભિયાન તુમકૂર સનાતન પાટીદાર સમાજવાડી ના પ્રાગણ મા વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું.

અનેક્તા મા એકતા એજ અમારી શાન છે એટલેજ મારો ભારત મહાન છે.


પ્રતિશાદ આપો