નાસિક સમાજ દ્વારા આવતા વર્ષે વસંતપંચમીના રોજ સમુહ લગનનું આયોજન કરવામાં આવ્યું છે, જે કોઈએ ભાગ લેવો હોય તેણે ફોર્મ ભરવું પડશે

શ્રી નાસિક જીલ્લા સમુહલગ્ન સમિતિ ની તા : ૩૦/૭/૨૦૨૨ શનિવારે સ્થળ : પાટીદાર ભવન નાસિક ખાતે મળેલી મિટિંગમાં આગામી વર્ષ: ૨૦૨૩ ના વસંત પંચમી નાં સમુહલગ્ન મહોત્સવ નું આયોજન કરવા‌ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી તેમાં આગામી ૨૪મા સમુહલગ્ન મહોત્સવ નું આયોજન તા: ૨૬/૧/૨૦૨૩ વસંત પંચમી નાં રોજ કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે તો જેમણે પોતાના દિકરા કે દિકરીને આગામી ૨૪મા સમૂહલગ્ન માં પરણાવવાની ઈચ્છા હોય તો તેમણે (ભગવાન સો મીલ , પુના રોડ, કાઠે ગલી સિગ્નલ પાસે , નાસિક) શ્રી વિનોદભાઈ પોકાર અથવા શ્રી હસમુખભાઈ છાભૈયા (નાસિક રોડ) તથા શ્રી દામોદરભાઈ સાખલા (ગજાનન સો મીલ , પેઠરોડ, પંચવટી, નાસિક) પાસે થી ફોર્મ મેળવી ને ભરી ને તેમની પાસે જમા કરાવી શકો છો .

પ્રતિશાદ આપો