મોતી વિરાણીમાં દિવાની, દડગા, નાકરાણી, ચૌધરી” સનાતન પરિવાર સુરધન બેઠક યોજાશે

🔔🚩 જય સુરધન દાદા🔔🚩

“દિવાણી,દડગા,નાકરાણી, ચૌધરી” સનાતન પરિવાર જોગ સંદેશ

💐🙏🏻 સર્વે સુરધન દાદા પરિવારજનોને જણાવવાનું કે આગામી સમય તારીખ 21/8 /2022 રવિવાર શ્રાવણ વદ(૧૦)દસમ ના રોજ સવારના 9:00 કલાકે વિરાણી મોટી સૂરધન દાદા સ્થાનકે આપણા પરિવારની સામાન્ય સભા રાખેલ છે જેની ખાસ નોંધ લેશો. 💐🙏🏻

કચ્છમાં વસતા તેમજ બહાર વસતા પરિવારજનો આપ સર્વે સૂરધન દાદા સ્થાનક ઉપર દર્શનાર્થે આવતા હશો તો આપશ્રી તેમજ આપણા પરિવારના આજુબાજુ વાળાને પણ આ સામાન્ય સભામાં અચૂકથી સાથે લઈ આવી હાજરી આપશો એવી વિનમ્ર પ્રાર્થના.

1 – આપણા પરિવારના સૂરધન દાદા સ્થાનક ઉપર ચાલી રહેલા વિકાસના કામો અંગે ચર્ચાઓ કરી ભવિષ્યમાં જે પણ કાર્ય કરવાના છે તે અંગે આપ શ્રી વિશેષથી ચર્ચામાં ભાગ લેશો અને આ અંગેના સૂચનો વિશે અગાઉથી વિચારણા કરી ને સભામાં આવશો એવી આશા.

2 – સુરધન દાદા સ્થાનક ઉપર જે પણ આપણને સગવડો જોઈતી હોય અને કાંઈ પણ અગવડ ઊભી થઈ હોય તે અંગેના સૂચનો અને વિચારો આપ શ્રી ચોક્કસથી આ સભામાં જણાવશો.

3 – અત્યારે આપણે સર્વે જે પ્રગતિ થી સુરધન દાદા સ્થાનક ઉપર વિકાસ કરી રહ્યા છીએ તેનાથી આપ સૌ અવગત છો આ વિકાસ ને આવી જ રીતે વેગવંતો ચાલતો રાખવા માટે આપણે નવી કારોબારીની વરણી કરવાની છે તો આ અંગે આપ સર્વે વિશેષ થી પરામર્શ કરી આ સભામાં ઉપસ્થિત રહી ને યોગ્ય નિર્ણય લેવામાં સહકાર આપશો.

4 – આપણે જે જે કાર્યો કર્યા છે અને જે કંઈ પણ સગવડો ઊભી થઈ છે તે સર્વે પિતૃસ્થાનક ઉપર થયેલ ચડતર ભેટ અને કાર્યકર્તાઓના કાર્યોના સાથ,સહકાર અને સહયોગના સહારે કરી શક્યા છીએ,આવા જ વિશેષ કાર્ય હજી પણ આવનારા સમયમાં કરવાના છે જે આવી જ રીતે કાર્યકર્તાઓ ચડતર ભેટ ના સહયોગથી કરીશું જે અંગે સભામાં ચર્ચાઓ કરી આપશ્રીઓના મંતવ્યોજાણી આગળની રૂપરેખા તૈયાર કરવાની છે.

5 – આપશ્રી પરિવારજનો સૂરધન દાદા સ્થાનક ઉપરની કામગીરી અંગે તેમજ હિસાબોની કાંઈ પણ છણાવટ કરવી હોય તો આપશ્રી અચૂકથી પ્રશ્નો લઈ આવશો.

6 – આ સભામાં આપ શ્રી પરિવારજનો અચૂક હાજર રહી સભાને શોભાવશો અને આપ શ્રીના સૂચનો જણાવશો એવી આશા સાથે સર્વે પરિવારજનોને જય સૂરધન દાદા🙏🏻

🙏🏻 ખાસ નોંધ સભા પૂર્ણ થયે બપોરનો ભોજન પ્રસાદ સાથે લઈ ને વિખુટા પડશું

નોંધ:
જે ભાઈઓ બહારગામ થી આવતા હોય તેને રહેવા માટેની સગવડ જોઈતી હોય તો મહામંત્રી શ્રી પુરષોત્તમ ભાઈ નો સંપર્ક કરે,મોબાઈલ નંબર 94266 66048🙏🏻

  🙏 *પ્રેશક* 🙏 *દિવાણી,દડગા,નાકરાણી,ચૌધરી સનાતન પરિવાર*

💐 પ્રમુખશ્રી,
હરેશભાઈ પ્રેમજીભાઈ દડગા💐
💐 મહામંત્રી,
શ્રી પુરષોત્તમ અબજી દીવાણી 💐 – js

પ્રતિશાદ આપો