પ્રકૃતિ હંમેશા સમયની સાથે ચાલે છે.અને પરિવર્તન એ સમયનું ચરિત્ર છે. એક સમય રાજાઓનો હતો ત્યારે પ્રજાનું રક્ષણ તેમજ અત્યાચાર બંન્ને પાસા હતા તેથી મહિલાઓની લાજની પ્રથાનો આરંભ થયો.અને ધીમે ધીમે પંચાયત પ્રમુખ અથવા સમાજનો મોવડીની પ્રથાનો આરંભ થયો. આજે પણ દરેક ગામની સમાજમાં પ્રમુખની વરણીની પ્રથા છે.વરણીની પ્રથા એક સમયમાં યોગ્ય હતી જ્યારે વડીલોના અનુભવો ખુબજ યોગ્ય હતા જ્યારે આજની નવી પેઢી વર્તમાન સમયને માટે યોગ્ય તેમજ ભવિષ્યને ઉજળું કરવાની યોગ્યતા ધરાવે છે. આપણે ‘સમય વરતે સાવધાન’ નિયમ પ્રમાણે સમાજની જવાબદારી યુવા પેઢીને સોપિદેવી જોઈયે. જેથી. સમાજના પ્રમુખની વરણી નહિ પણ ચૂંટણી દ્વારા કરીએ જેથી સમાજના દરેક સભ્યને પોતાનો હક્ક પ્રાપ્ત થાય તેમજ ચૂંટાયેલ પ્રમુખ સારા સંસ્કારી તેમજ નિસ્વાર્થ વ્યક્તિત્વ ધરણારા વ્યક્તિની આશા ,તેમજ સમાજનું ઉજ્વવલ
ભવિષ્યની રેખા બની સકે.ચૂંટણીનો દિવસ આપણે સૌ એક તહેવારન જેમ મનાવીને તેમજ પરિવારના ભૂલકા -છોકરાઓ માટે ખુશી આનંદનો દિવસ બનાવીએ. સમય તેમજ યુવા પેઢીનો
ઉભરાવ ઉત્પન્ન થાય તે પહેલાંજ સમયસર ચૂંટણીનો પ્રારંભ કરીએ હિતાવહ રહેશે. આ કાર્ય યુવક મંડળ દ્વારા સફળ બનાવી શકાય.
…….શુભમ……..
લખમશી કે પરવાડીઆ.
દરસડી….કચ્છ .