લાગણીઓ લઇ પ્રેમનો ભર્યો છે દરબાર તમે…..
અહેસાસોની ઓથમાં જોયા છે નિરાકાર અમે…..
મન મંદિરમાં મનગમતો આપ્યો છે આકાર તમે…..
બંધ આંખોમાં જ કરીએ છીએ સાક્ષાત્કાર અમે…..
કરતા રહ્યાં છો અભિષેક મુખમાં લગાતાર તમે……
જેલ્યા છે તમારા ભરોસે કેટલાય પડકાર અમે…..
જીવ જગતને જગદીશ સમજાવો ગીતાકાર તમે…..
તમારો જ અંશ બની અવતરેલા અવતાર અમે……
અટવાયા આજે ભોગવાદ ને ભ્રાંતવાદમાં તમે…..
ચમત્કાર જોઇ દંડવત પડી કરતા નમસ્કાર અમે…..
હૃદય માં બિરાજી માનવનું ગૌરવ જગાડનાર તમે…..
વિશ્વે માન્ય કરેલી સંસ્કૃતિ ના સાચા વારસદાર અમે……!!
રચિયિતા:-
દિનેશભાઇ.વી. પોકાર
શ્રી ઉમિયા ગ્લાસ ટ્રેડસૅ
શિવ રેસીડેન્સી ચીખલી (નવસારી) મો. ૯૮૨૪૯૬૧૦૪૯
કચ્છ. રવાપર.